ભીરંડિયારાથી ગોરેવાલીની મુખ્ય પાઇપલાઇનમાં ગેરકાયદેસર જોડાણ કરી પાણીનો વેડફાટ તેમજ સરકારી સંપત્તિને નુકશાન પહોચડવાના કેસમાં તમામ આરોપી નિર્દોષ
સૂત્રો જણાવી રહ્યા છે બન્નીના ભીરંડિયારાથી ગોરેવાલી સેક્શનની મુખ્ય પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર જોડાણ કરી અને પાણીનો વેડફાટ અને સરકારી સંપત્તિને નુકશાન પહોચડવાના કેસમાં કોર્ટે તમામ આરોપી શખ્સોને નિર્દોષ જાહેર કર્યા છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભીરંડિયારાથી ગોરેવાલી સેક્શનની મુખ્ય પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર જોડાણ કરી પાણીનો વેડફાટ અને સરકારી સંપત્તિને નુકશાન પહોચડવાનો કેસ કોર્ટમાં ચલતા કોર્ટે આ પ્રકરણમાં સંડોવાયેલ નવ આરોપી શખ્સોને નિર્દોષ જાહેર કર્યા છે.