સુરતમાં ફરી એક વખત વિધ્યાર્થીઓ સીન સપાટા કરતાં જોવા મળ્યા : પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી
copy image

સુરતમાં ફરી એક વખત વિધ્યાર્થીઓ સીન સપાટા કરતાં જોવા મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવી રહ્યું છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ધોરણ 12ની ફેરવેલ પાર્ટીને યાદગાર બનાવવા અમુક વિધ્યાર્થીઓ લક્ઝરિયસ કારમાં બેસીને સીનસપાટા કરતાં હોવાનું બનાવ સામે આવ્યો છે. સ્કૂલમાં ફેરવેલ પાર્ટી દરમિયાન વિદ્યાર્થીઓ આવા કૃત્યો કરતાં હોવાની જાણ થતાં પોલીસે તરત જ કાર્યવાહી આરંભી છે.