માનવજ્યોતને નવું વાહન અર્પણ કરાયું : વિદેશ સ્થિત દાતા દ્વારા માનવજ્યોતને 10 લાખનું અનુદાન અપાયું


માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કચ્છમાં માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસનમુક્તિ અભિયાન જેવી પ્રવૃત્તિઓ છેલ્લા 20 વર્ષથી ચાલુ છે. સંસ્થાનાં વાહનો જુના થઇ ગયા હોઇ દાતાશ્રી પાસે રજુઆત કરતાં અક્ષરનિવાસી વાલજીભાઇ વિશ્રામ હીરાણીનાં આત્મશ્રેયાર્થે ધર્મપત્ની વેલબાઇ વાલજી હીરાણી સુખપર (મદનપુર) પરિવાર દ્વારા સંસ્થાને
નવું ઇકો વાહન અર્પણ કરાયું હતું. વાહન અર્પણવિધિ કાર્યક્રમ શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે યોજાયો હતો.
આ અવસરે વેલબાઇબેન, હંસાબેન કેરાઇ, મયુરભાઇ જોષી તથા વિદેશ સ્થિત દાતાશ્રી રમેશભાઇ મગનલાલ દેઢીયા, માયાબેન રમેશભાઇ દેઢીયા, જય જયંત દેઢીયા, સંતોષભાઇ કુંભાર, કિરણભાઇ ગોસ્વામીએ અતિથિવિશેષ પદ શોભાવ્યું હતું. વાહનનાં દાતા વેલબાઇ હીરાણી, હંસાબેન કેરાઇ, મયુરભાઇ જોષીનું માનવજ્યોત સંસ્થા દ્વારા બહુમાન કરી તેઓશ્રીની અંતરની ભાવનાંઓને બિરદાવવામાં આવેલ. આ પ્રસંગે ઉપસ્થિત વિદેશ સ્થિત દાતાશ્રી માયાબેન રમેશભાઇ મગનલાલ દેઢીયા પરિવાર ગામ ભુજપુર-કચ્છ હાલે યુ.એસ.એ. દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને રુપિયા દશ લાખનાં અનુદાનની જાહેરાત કરાતાં સૌએ હર્ષભેર વધાવેલ. માયાબેન તથા રમેશભાઇ દેઢીયાનું પણ બહુમાન કરવામાં આવેલ. કાર્યક્રમનું
સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભાર દર્શન પૃથ્વીરાજસિંહ જાડેજાએ કરેલ. વ્યવસ્થા સુરેશભાઇ માહેશ્ર્વરી, આનંદ રાયસોની, રીતુબેન વર્મા, રફીક બાવા, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રા, ભુપેન્દ્ર બાબરીયા, નિતિન ઠક્કર, પંકજ કુરુવાએ સંભાળી હતી. બંને દાતાશ્રી પરિવારોએ સેવાશ્રમની મુલાકાત લઇ અનહદ આનંદ વ્યક્ત કરી માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સેવાઓ અને સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.