સોનાના ભાવમાં સતત વધારો : આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 87320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

copy image

આજના દેખા દેખી ભરેલ યુગમાં સોનાનો ભાવ સતત વધી રહ્યો ત્યારે રોજ નવા નવા ભાવો સામે આવી રહ્યા છે.જો આ જ પરિસ્થિતી યથાવત રહી તો ટૂંક સમયમાં સોનાનો ભાવ 90000 રૂપિયાને પાર પહોંચવાની સંભાવના છે. આ અંગે પ્રાપ્ત અહેવાલો મુજબ નબળા ડોલર ઇન્ડેક્સ અને યુએસ ટેરિફ નીતિઓના ટેકાને કારણે સોનાના ભાવમાં ખૂબ વધારો થઈ રહ્યો છે. વૈશ્વિક વેપાર અને આર્થિક દૃષ્ટિકોણમાં અનિશ્ચિતતા વચ્ચે, સુરક્ષિત સંપત્તિ તરીકે સોનામાં રોકાણનું પ્રમાણ વધી રહ્યું છે. હાલના લેટેસ્ટ ભાવોની ચર્ચા કરીએ તો, આજે 15 ફેબ્રુઆરી, શનિવારના રોજ પણ સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 87320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યો છે.