અંજારના મેઘપર કુંભારડીમાંથી 47 હજારના દારૂ સાથે એકની અટક

copy image

copy image

અંજાર ખાતે આવેલ મેઘપર કુંભારડી વિસ્તારમાંથી પોલીસે રૂા. 47,738ના શરાબ સાથે એક શખ્સની અટક કરી છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસે રામકિષ્ના મહાવીરનગરમાં આવેલાં મકાનમાં રેડ પાડી તપાસ હાથ ધરી હતી. જાણવા મળી રહ્યું છે કે આ કાર્યવાહી દરમ્યાન અહીથી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની  બોટલ નંગ 63 નીકળી પડતા એક શખ્સની ધરપકડ કરવામાં આવેલ હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.