સુરતમાં રસોઈ બનાવવા ગેસ શરૂ કરતી વખતે ભયાનક બ્લાસ્ટ થતાં ત્રણ લોકો દાઝ્યા
copy image

સુરતમાં રસોઈ બનાવતી વેળાએ રસોઈ ઘરમાં ગેસ શરૂ કરવાની સાથે જ બ્લાસ્ટ થતાં બે કાકા અને તેમનો ભત્રીજો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અમરોલીના અંજની ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. અહી એક જ રૂમમાં રહેતા બે કાકા અને ભત્રીજો રસોઈની તૈયારી કરતાં હતા તે સમયે ગેસ શરૂ કરતી વખતે ભયાનક બ્લાસ્ટ થતાં બે કાકા અને ભત્રીજો દાઝી ગયાં હતાં.જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ છે.