પડાણામાં પરીણિતાએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી
copy image

ગાંધીધામ ખાતે આવેલ પડાણામાં પરીણિતાએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી હતી. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પડાણામાં રહેતા જાગૃતિબેન નામના પરીણિતાએ ગત તા.12/2ના જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. ગત તા.12/2ના 8.30 વાગ્યાના સમયે હતભાગી પરીણિતા પોતાના ઘરે હાજર હતા તે સમયે ઘરમાં પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. બનાવની જાણ થતાં જ તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યાં હતાં. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.