ટ્રક રિવર્સ લેતી વેળાએ થયેલ આકસ્મિક મોતના કેસમાં આરોપી નિર્દોશ જાહેર

Court-1495027562_835x547

copy image

copy image

ટ્રક રિવર્સ લેતી વેળાએ થયેલ આકસ્મિક મોતના કેસમાં આરોપી શખ્સને નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ઘટના લગભગ નવ-દસ માસ અગાઉ બની હતી. ટ્રક રિવર્સ લેતી વેળાએ ટ્રક પર પાછળ ઘાસચારાની ગાંસડીઓના રસ્સા છોડતાં એક યુવાનનું ગોડાઉનના દરવાજા સાથે ભટકાતાં અને ટ્રક ઉપરથી પડતાં ગંભીર ઇજાનાં પગલે મોત નીપજયું હતું. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. જેમાં કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો.