ભુજની જથ્થાબંધ માર્કેટના ગેટ નજીકથી આંકડો લેતો શખ્સ ઝડપાયો
copy image

ભુજની જથ્થાબંધ માર્કેટના ગેટ નજીકથી એક આંકડો લેતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજની જથ્થાબંધ માર્કેટના ગેટ નજીક શ્રીદેવી બજારનો આંકફરકનો જુગાર રમી- રમાડતા એક શખ્સને પોલીસે દબોચી લીધો છે. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી રોકડ તેમજ ડાયરી-પેન સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આરંભી છે.