મેટા અલ્ગોરિધમની સમીક્ષા કરે

કેન્દ્ર સરકારે સોમવારે મેટાને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકના અલ્ગોરિધમની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો.સૂત્રો પરથી મળતી માહિતી સરકારે જણાવ્યું હતું કે, યુઝર્સને `એક તરફી’ વાતોવાળી જ સામગ્રી મળી રહી છે. ઇલેકટ્રોનિકસ અને આઇટી મંત્રાલયે નવ દિવસ પહેલાં આપેલા નિર્દેશને સોમવારે જારી કરાયો હતો, જેમાં મેટાને આદેશ અપાયો હતો. મેટાને જાહેર વ્યવસ્થા બગાડવા, હિંસા ભડકાવવા અને ગેરકાનૂની ગતિવિધિઓને ઉત્તેજન આપતી સામગ્રીની તપાસ તેજ કરવા જણાવ્યું હતું. હકીકતમાં કોકરોચ જનતા પાર્ટી એ એ જ દિવસે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં સાત હજાર દેખાવકારોની અટક કરાઇ હતી. મંત્રાલયે મેટાને જાહેર કાર્યક્રમોની તસવીરો, વીડિયો, ગ્રાફિકસ અને અન્ય સામગ્રી સાથે પૂરતી વિગતો આપવા નિર્દેશ આપ્યો હતો. ખાસ કરીને જ્યાં યુઝર્સ સામગ્રીની અસલિયત, તારીખ, સ્થળ કે પરિસ્થિતિઓ જાણી નથી શકતા, તેવા મામલામાં સંદર્ભ દેવો જરૂરી છે. મંત્રાલયે એ પણ સુનિશ્ચિત કરવાની સલાહ આપી હતી કે, યુઝર્સને કોઇ એક અથવા સીમિત વાત, વર્ણન જ ન મળે.