મેઘપર કુંભારડીના રહેણાક મકાનમાંથી 1.51 લાખનો શરાબનો જથ્થો ઝડપાયો : આરોપી ફરાર
copy image

અંજાર ખાતે આવેલ મેઘપર કુંભારડીના એયક રહેણાક મકાનમાંથી 1.51 લાખનો શરાબનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મેઘપર કુંભારડીમાં આવેલ ક્રિષ્નાવિલા સોસાયટીના મકાનમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, આ મકાનમાં બે શખ્સો દારૂનું વેચાણ કરી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી વાળા સ્થળ પર રેડ પાડી અહીથી અલગ અલગ બ્રાન્ડની કુલ કુલ 226 બોટલ કિંમત રૂા. 1,51,634નો શરાબનો જથ્થો કબ્જે કર્યો હતો. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સો હાજર મળી આવેલ ન હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.