અઢી વર્ષ પૂર્વે આદિપુરમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી 20 વર્ષ માટે જેલમાં ધકેલાયો

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે કે, અઢી વર્ષ પૂર્વે આદિપુરમાં બાળકી સાથે થયેલ દુષ્કર્મના કેસમાં આરોપી શખ્સને વીસ વર્ષ માટે જેલના હવાલે કરી દેવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ વર્ષ 2022માં  આદિપુરમાં  આ બનાવ બન્યો હતો. આરોપી શખ્સે 12 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકીનું અપહરણ કરી બળાત્કાર ગુજારનારા હવસખોર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. કોર્ટે બંને પક્ષોની પુરાવાઓ અને દલીલો સાંભળ્યા બાદ આરોપીને 20 વર્ષની સખત કેદનો હુકમ જાહેર કર્યો હતો.