શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ₹૨૭૮૨ કરોડની જોગવાઇ
copy image

અમારી સરકારે સ્વરોજગાર થકી આર્થિક વિકાસ માટે કૌશલ્ય વિકાસને પ્રાધાન્ય આપ્યું છે.
સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને સુદ્રઢ કરવા ₹૨૦૬ કરોડની જોગવાઇ, જે પૈકી આદિજાતિ વિસ્તાર માટે ₹૭૩ કરોડની જોગવાઇ.
શ્રમિક બસેરા યોજના માટે ₹૨૦૦ કરોડની જોગવાઇ.
ઔદ્યોગિક એકમોમાં કુશળ કારીગરો પૂરા પાડવા માટે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ₹૧૨૨ કરોડની જોગવાઇ.
શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ₹૯૦ કરોડની જોગવાઇ.
બાંધકામ શ્રમિકોને કૌશલ્ય-ધ-સ્કીલ યુનિવર્સિટી મારફતે કૌશલ્ય વર્ધન તાલીમ આપવા ₹૭૫ કરોડની જોગવાઇ.
સરકારી અને ગ્રાન્ટેડ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં સ્ટાઈપેન્ડના હાલના દરોમાં વધારો કરી તાલીમાર્થી દીઠ માસિક ₹૫૦૦ કરવામાં આવે છે. જેના માટે ₹૭૦ કરોડની જોગવાઇ.
ધન્વંતરિ આરોગ્ય રથ યોજના અંતર્ગત ₹૫૦ કરોડની જોગવાઇ.
સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓની પ્રાયોગિક તાલીમ, અદ્યતન મશીનરી અપગ્રેડ કરવા માટે ₹૪૨ કરોડની જોગવાઇ.
કૌશલ્ય-ધ-સ્કીલ યુનિવર્સિટી ખાતે ક્ષમતા નિર્માણ અને તાલીમ માટે ₹૪૦ કરોડની જોગવાઇ.
ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલી યોજનાઓ માટે ₹૨૯ કરોડની જોગવાઇ.
કૌશલ્ય-ધ-સ્કીલ યુનિવર્સિટીના બાંધકામ માટે ₹૨૭ કરોડની જોગવાઇ.