અંતરજાળની જગદંબા સોસાયટીમાં બંધ મકાનમાંથી 1.83 લાખની મત્તા પર હાથ સાફ કરી ચોર ઈશમો થયા ફરાર

chor

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ અંતરજાળની જગદંબા સોસાયટીમાં બંધ મકાનમાંથી 1.83 લાખની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંતરજાળમાં એક પરિવાર ઘર બંધ કરી લગ્નપ્રસંગે ભુજ ગયો અને પાછળથી ચોર ઈશમોએ તેમના ઘરમાં ખાતર પાડ્યું હતું. ગત તા. 20-2ના રોજ અંતરજાળની જગદંબા-બે સોસાયટીનાં મકાન નંબર-100માં રહેનાર પરીવાર લગ્ન પ્રસંગે ગયેલ હતો. જ્યાથી  તા. 22-2ના પરત આવીને જોતાં મકાનના તાળાં તૂટેલી હાલતમાં જોવા મળી આવ્યા હતા ઉપરાંત ઘરમાં તમામ સામાન વેરવિખેર હાલતમાં જોવા મળી આવ્યો હતો. બાદમાં ઘરમાં વધુ તપાસ કરતાં અહીથી સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂા. 1,83,000ની મત્તાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.