ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં એકઠા થયા શિક્ષકોની અવાજ દબાવવાનું સરકાર કરી રહી છે મનમાની.? શિક્ષકો ને ડીટેન કરવામાં આવ્યા

શિક્ષકોની ઘટ નો પ્રશ્ન લોકો માટે માથાનું દુખાવો બન્યો છે. સમગ્ર ગુજરાતમાં તથા ખાસ કરીને કચ્છમાં શિક્ષણની સ્થિત બહુજ ખરાબ છે. એવામાં પણ કચ્છના અબડાસા તાલુકામાં તો શિક્ષણની સ્થિત દિવસે દિવસ અતિ ગંભીર બની રહી છે. જ્યારે કચ્છને ભારતીય સવિધાનમાં વિશેષ દરજ્જો પ્રાપ્ત હોવા છતા પણ કચ્છમાં શિક્ષણ આરોગ્યની મુખ્ય સમસ્યા છે. ત્યારે શિક્ષકોની ભરતી અને જગ્યા વધારવા ગાંધીનગર વિધાનસભા ખાતે કચ્છના લડાકુ યોદ્ધા તરીકે ઓળખાતા બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવા, સંજયભાઈ રાઠોડ, નવીનભાઈ મહેશ્વરી, નરેન્દ્રભાઈ સોલંકી કચ્છથી જોડાયા છે .અને ગુજરાતમા શિક્ષકોની ૨૧ હજાર ખાલી જગ્યાઓ છે . જે તાત્કાલિક પૂરી કરવામાં આવે શિક્ષકોની ભરતી કરાવાની માંગ ઉઠાવી છે .તેમજ આવનારા સમયમા જો શિક્ષણની સમસ્યાનું સરકાર નિવારણ નહિ કરે તો શિક્ષણના મુદ્દે ગાંધીનગર સહીત વિવિધ જીલ્લાઓમા આંદોલન કરવાની ચિમકી પણ બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવાએ ઉચ્ચારી છે. તેવું લખન ધુવાએ જણાવાયું છે