ગાંધીધામના મીઠીરોહરમાં એક ગોદામમાંથી 52 હજારના ચોખાની ચોરીનો મામલો પોલીસ ચોપડે ચડ્યો
copy image

ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહરના એક ગોદામમાંથી 52 હજારના ચોખાની ચોરીનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ બનાવ અંગે કંપનીના મેનેજર અનિલકુમાર શ્રીચંદ યાદવ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મીઠીરોહર જી.આઈ.ડી.સી.માં પંજાબ રાઈસ લેન્ડ એગ્રો ફૂડ્સ પ્રા. લિમિટેડ નામની કંપનીનાં ગોદામમાં ચોર ઈશમોએ ખાતર પાડ્યું હતું. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, આ ગોદામો ઉપર ખાનગી સુરક્ષા કર્મીઓની નિયુક્તિ હોવા છતાં પણ અહી ચોરીનો બનાવ બન્યો છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર તા. 21/2ના ફરિયાદી સ્ટોક તપસ્યા બાદ પોતાના ઘરે ગયા હતા બાદમાં બીજા દિવસે સવારે આવીને તપાસ કરતાં ચોથા નંબરના મહાલક્ષ્મી વેરહાઉસ એન્ડ એલાઈડ ઈન્ડસ્ટ્રીઝનાં ગોદામનાં તાળાં તૂટેલાં તેમજ શટર તૂટેલી હાલતમાં જોવા મળી આવ્યું હતું. વધુ તપાસ કરતાં આ ગોદામમાંથી પી.આર. 11-સ્ટીમ ગુણવત્તાના 50 કિલોની 26 બોરી ગાયબ જણાઈ હતી. બનાવને પગલે સી.સી.ટી.વી.ની તપાસ કરવામાં આવતા ચાર નિશાચરે ચોરી કરી હોવાનું સપાટી પર આવ્યું હતું. આ મામલે પોલસે આગળની વધુ તપાસ આરંભી છે.