સુરતમાં વધુ એક આગનો બનાવ
copy image

સુરત શહેરના બેગમપુરા વિસ્તારમાં વહેલી સવારના અરસામાં આગનો બનાવ બન્યો હતો. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના બેગમપુરામાં હાથી ફળીયા વિસ્તારમાં મકાનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી જવા પામી હતી. જાણવા મળી રહ્યું છે કે આ બનાવ અંગે ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા તેઓની ગાડીઓ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.