સુરતના નાનપુરામાં જીવનશૈલી એપાર્ટમેન્ટમાં આગ ભભૂકી ઉઠી : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

copy image

copy image

સુરતના નાનપુરા ખાતે આવેલા જીવનશૈલી એપાર્ટમેન્ટમાં આગની જ્વાળાઓ ફાટી નીકળતા ભારે ધોડદામ મચી જવા પામી હતી. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વહેલી સવારના અરસામાં અહી આગ લાગી ઉઠી હતી. જેથી આ બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તેઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા. પાંચ માળની બિલ્ડીંગ ભયાવહ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી.  ત્યારે 8થી વધુ ગાડીઓ દ્વારા પાણી મારો ચલાવીને આગ પર કાબુ મેળવાયો હતો. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.