અંતરજાળમાં 25 વર્ષીય પરીણીતાએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

copy image

ગાંધીધામ ખાતે આવેલ અંતરજાળમાં 25 વર્ષીય પરીણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંતરજાળના બવા ફળિયામાં પોતાના માવિત્રે આવેલા 25 વર્ષીય ક્રિષ્નાબેન નામના પરીણીતાએ ગત તા. 25/2ના જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. હતભાગી મહિલાએ પિયરમાં આવીને ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.