ભારતના માન.રાષ્ટ્રપતિશ્રીની મુલાકાતના પગલે કચ્છમાં “નો ડ્રોન ફ્લાય” ઝોન જાહેર કરાયો
કચ્છ જિલ્લામાં આગામી તા.૨૮/૦૨/૨૦૨૫ થી તા.૦૧/૦૩/૨૦૨૫ના માન.રાષ્ટ્રપતિશ્રી પધારનાર છે. માન.રાષ્ટ્રપતિશ્રીની સુરક્ષા Z + પ્રોટેક્ટી મુજબની છે જેથી મહાનુભાવશ્રીની સલામતી વ્યવસ્થાના ભાગરૂપે કાર્યક્રમ સ્થળના વિસ્તારમાં “નો ડ્રોન ફલાય ઝોન” જાહેર કરવા પોલીસ અધિક્ષકશ્રી, પૂર્વ કચ્છ તરફથી દરખાસ્ત રજૂ થયેલ છે.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે શ્રી મિતેશ પંડ્યા, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, કચ્છ-ભુજ એ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ધોરડો તથા ભચાઉ તાલુકાના ધોળાવીરાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારને તા.૨૮/૦૨/૨૦૨૫ થી તા.૦૧/૦૩/૨૦૨૫ સુધી દિન-ર સુધી માન.રાષ્ટ્રપતિશ્રીના કાફલા સિવાય તમામ માટે “નો ફ્લાય ઝોન” જાહેર કરવાનો હુકમ ફરમાવેલ છે. કોઈપણ પ્રકારના ડ્રોન (UAV), ઈલેક્ટ્રોનિક કે અન્ય હવામાં ઉડી શકે તેવા સાધનોને આ વિસ્તારમાં ઉડ્ડયન માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.