સુરત શહેરમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં લાગેલી ભીષણ આગ 30 કલાક બાદ કાબૂમાં આવી : 800થી વધુ દુકાનો આવી આગની ચપેટમાં

copy image

સૂત્રો જણાવી રહ્યા છે સુરત શહેરમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં લાગેલી આગ બેકાબૂ બની હતી. આ બનાવમાં ફાયરબ્રિગેડ દ્વારા 30 કલાક જેટલા સમય ભારે જહેમત ઉઠાવી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. મેજરકોલ જાહેર કરી દેવામાં આવતા શહેરભરની ગાડીઓ બનાવ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે માહિતી મળી રહી છે કે, આગ લાગવાના 30 કલાકથી વધારે સમય બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. 800થી વધુ દુકાનો આ ભીષણ આગની ચપેટમાં આવી ગઈ હતી. જેમાંથી 400થી જેટલી દુકાનો બળીને ભશ્મ થઈ છે. બનાવને પગલે ફાયર વિભાગની 40થી વધુ ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધા બાદ હાલ કૂલિંગની કામગીરી કરાઈ રહી છે.