ભચાઉ ખાતે આવેલ કસ્ટમ ચાર રસ્તા નજીક બેકાબૂ બનેલ ડમ્પર સૌપ્રથમ રિક્ષા અને કાર સાથે અથડાયા બાદ બાઈકચાલકને કચડી માર્યો

copy image

ભચાઉ ખાતે આવેલ કસ્ટમ ચાર રસ્તા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં મીઠું ભરેલા ડમ્પરે એક બાઇક ચાલકને હડફેટમાં લેતા તેનુ મોત નીપજયું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ દુધઈ રોડ તરફથી આવતા મીઠા ભરેલા ડમ્પરના બ્રેક ફેલ થઈ જવાના કારણે પહેલા કસ્ટમ બ્રિજ નજીક ઊભેલ રિક્ષા સાથે અથડાયા બાદ વેરાઈ કૃપા હોટલ તરફના સર્વિસ રોડ પર રોંગ સાઈડમાં દોડી ગયું હતું.જ્યાં એક કાર સાથે અથડાયા બાદ બાઇક ચાલકને કચડી નાખ્યો હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, બેકાબૂ વાહન છેવટે હંગામી આવાસ નજીક અટક્યું હતું. ઓવરલોડ મીઠાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.