માંડવી તાલુકાના બિદડા ગામની શાળાના વિદ્યાર્થીઓએ વિધાનસભાની મુલાકાત લીધી


માંડવી તાલુકાના બિદડા ગામની ભભૂતિયાવાડી વિસ્તારની શાળાના ધો ૬-૭-અને ૮ ના વિદ્યાર્થીઓ નો વિધાનસભાની મુલાકાત નો શૈક્ષણિક પ્રવાસ ગુરુવારે યોજાયો હતો. જેમાં ૩૫ જેટલા કુમાર અને ૨૯ જેટલી કન્યાઓ અને ૫ જેટલા શિક્ષકો સહિત કુલ ૬૯ જણા એ વિધાનસભા પરિસરની મુલાકાત લીધેલ હતી.
ગુજરાત વિધાનસભા હાલ ચાલુ હોવાથી ધારાસભ્યોથી માંડીને મુલાકાતીઓની અવરજવરથી ધમધમી રહી છે. ત્યારે મુલાકાતીઓની સંખ્યા અવિરતપણે ચાલુ હોય છે ત્યારે માંડવી ના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે દ્વારા શાળાના વિદ્યાર્થીઓને આવકારીને નવી પેઢી ગુજરાત વિધાનસભાની કામગીરીથી વાકેફ રહે તેને ધ્યાનમાં લઈને વિધાનસભાની કામગીરીથી લઇને બજેટ કેવી રીતે પસાર થાય છે તેનો ટૂંકસાર માંડીને વિવિધ માહિતી આપેલ હતી. વિધાનસભા પરિસરના વિવિધ વિભાગો થી વિદ્યાર્થીઓને માહિતગાર કરેલ હતા. આ ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓ અને સરકાર દ્વારા થતી વિવિધ કામગીરીથી વિદ્યાર્થીઓ ને અવગત કરેલ હતા.
અંતમાં ગુજરાતના સરળ મુખ્યમંત્રી મા. શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરીને સહજતાથી મળેલ હતા અને વિધાનસભા પરિસરમાં ગ્રુપ ફોટોગ્રાફ પડાવીને વિદ્યાર્થીઓ ને ખુશ કરેલ હતા.
શાળાના શિક્ષકો નીલેશભાઈ માકાની, અનિરુદ્ધસિહ જાડેજા, શ્રીમતી જાગૃતિબેન પટેલ, કુ. દ્રષ્ટી પટેલ વિદ્યાર્થીઓ સાથે રહેલ હતા. આચાર્ય વિપુલકુમાર પટેલે વિધાનસભા પરિસરના આ શૈક્ષણિક પ્રવાસના માર્ગદર્શન અને સ્થળ પર વિદ્યાર્થીઓને માહિતી આપવા માટે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેનો આભાર વ્યક્ત કરેલ હતો.