શ્રી સ્વામીનારાયણ વિધાલય, ભુજ મધ્યે ABRSM- કચ્છ ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક-ઉચ્ચતર દ્વારા બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે મીઠું મોઢુ કરાવી શુભકામનાઓ પાઠવાઇ


SSC-HSC બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે શ્રી સ્વામીનારાયણ વિધાલય, ભુજ ખાતે પરીક્ષાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા શુભેચ્છાઓનુ વિશેષ આયોજન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ દ્વારા કરવામાં આવેલ હતું. શ્રી સ્વામીનારાયણ વિધાલય હોસ્ટેલના સંચાલક સ્વામી શ્રી હરિવલ્લભદાસજી તેમજ અક્ષરમુક્ત સ્વામીશ્રી ના વરદ હસ્તે માં શારદે પ્રતિમા સમક્ષ દિપ પ્રાગટ્ય બાદ એચ.એસ.સી. પરીક્ષાર્થીઓને સ્વામીશ્રીઓ, ABRSM-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, માધ્યમિક સરકારી મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, વરિષ્ઠ ઉપાધ્યક્ષ ચેતનભાઇ લાખાણી, પ્રચાર પ્રમુખ કિશનભાઇ પટેલ, કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકીયા, પ્રાથમિક સરકારી મહામંત્રી રમેશભાઈ ગાગલે ૩૦૦ જેટલા પરીક્ષાર્થીઓને મીઠું મોઢું કરાવી, કલમ આપી પ્રસન્નતા યુક્ત ઉતમ પરીક્ષાઓ અને શ્રેષ્ઠ પરિણામોની શુભકામનાઓ પાઠવેલ હતી. આ તકે ક્રીડા ભારતી-કચ્છ વિભાગ સંયોજક ડૉ વિષ્ણુભાઈ ચૌધરીએ ખાસ ઉપસ્થિત રહી પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરેલ હતા. આ કાર્યક્રમ માટે કલમ અને ચોકલેટનો સહયોગ અલ્પેશભાઈ જાની તરફથી મળેલ હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સ્વામીનારાયણ વિધાલયના આચાર્ય શ્રી સુરેશભાઇ પટેલ તેમજ સમગ્ર સ્ટાફનો ખાસ સાથ સહકાર પ્રાપ્ત થયેલ હતો.