જાહેર મિલ્કતને નુકસાન કરનાર મહિન્દ્રા કંપનીની થાર ગાડી કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ


મમ્હે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી ચિરાગ કોરડીયા.સા.બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ-ભુજ શ્રી વિકાસ સુંડા સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જીલ્લામાં પુરઝડપે, બેદરકારી અને ગફલતભરી રીતે વાહન ચલાવતા વાહન ચાલકો વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ જે અન્વયે રવિરાજસિંહ જાડેજા નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી ભુજ વિભાગ ભુજનાઓના માર્ગદર્શન હેઠળ ભુજ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે.મોરી તથા પોલીસ સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા.
જે અનુસંધાને ગઈ તા-૨૩/૦૨/૨૦૨૫ના રાત્રીના આર.ટી.ઓ. સર્કલ પાસે આવેલ કતીરા કોમ્પ્લેક્ષ સામે એક નંબર પ્લેટ વગરની થાર ગાડીના ચાલકે પોતાની થાર ગાડીને પુરઝડપે, બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી જાહેર રોડ પર આવેલ ડીવાઈડરની દિવાલ સાથે અથડાવી જાહેર મિલ્કતને નુકસાન પહોચાડેલ હોય. જે બનાવ આધારે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ તાત્કાલીક બનાવ સ્થળે પહોંચી ગાડી ચાલક વિરુધ્ધ શ્રી સરકાર તરફે ફરીયાદ આપતા ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.૨.નં-૨૧૭/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૨૮૧,૧૨૫,૩૨૪(૨) તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ તથા જાહેર મિલ્કતને નુકશાન અટકાવવાનો અધિનિયમ ૧૯૮૪ ની કલમ-૩ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ. ઉપરોક્ત ગુન્હા આધારે બનાવવાળી જગ્યાએ એફ.એસ.એલ. અધિકારીશ્રીને બોલાવી તેઓની હાજરીમાં બનાવ વાળી જગ્યા તથા થાર ગાડીનું પરીક્ષણ કરાવવામાં આવેલ. તેમજ સદર ગુના કામે વપરાયેલ નંબર પ્લેટ વગરની મહિન્દ્રા કંપનીની થાર ગાડીના વધુ પરીક્ષણ અર્થે એફ.એસ.એલ. ગાંધીનગર ખાતે મોકલવાની તજવીજ કરવા સારૂ તપાસ અર્થે નંબર પ્લેટ વગરની મહિન્દ્રા કંપનીની થાર ગાડી કબ્જે કરવામાં આવેલ છે.
તેમજ જે વાહન ચાલકો પુરઝડપે, બેદરકારી અને ગફલતભરી રીતે વાહન ચલાવશે તો તેઓના વિરુધ્ધ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ દ્રારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
કબ્જે કરેલ મુદ્દામાલ
નંબર પ્લેટ વગરની મહિન્દ્રા કંપનીની થાર ગાડી કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/-
કામગીરી કરનાર અધિકારીશ્રી/કર્મચારી
ઉપરોક્ત કામગીરીમાં પોલીસ ઈન્સ.શ્રી જે.કે. મોરીનાઓ તથા પોલીસ સબ ઈન્સ.શ્રી કે.એ. જાડેજાનાઓ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે મળી કામગીરી કરેલ છે.