ગળપાદરમાં દીવાલ સાથે ભટકાતાં મોપેડચાલક 44 વર્ષીય આધેડનું સારવાર દરમ્યાન મોત

copy image

ગાંધીધામ ખાતે આવેલ ગળપાદરમાં દીવાલ સાથે ભટકાતાં મોપેડચાલક 44 વર્ષીય આધેડે સારવાર દરમ્યાન જીવ ગુમાવ્યો છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 23/1ના તોજ ગાંધીધામના ગળપાદરમાં બન્યો હતો. અહી રહેનાર 44 વર્ષીય હરેશ નામના આધેડ તા. 23/1ના બપોરે ગાંધીધામથી પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા તે સમયે તેના મોપેડને કોઈક આડું આવતાં વાહનચાલકે કાબૂ ગુમાવી દેતાં ગંભીર રીતે ઘાયલ બન્યા હતા. ઇજાઓના પગલે તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમણે અંતિમ શ્વાશ લીધા હતા.