“પોલીસ બની સહારો ” અસ્થિર અને નિરાધાર વૃધ્ધને પધ્ધર પોલીસે અપાવ્યો સુરક્ષિત આશરો

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજ અને ઇન્ચાર્જ શ્રી એમ.જે.ક્રિશ્ચયન સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક, ભુજ વિભાગ, ભુજના માર્ગદર્શન અને સૂચના અનુસંધાને સમાજમાં રહેલા નિરાધાર વૃદ્ધો તેમજ અસ્થિર મગજના અને ઘર સહારા વગરના વ્યક્તિઓની સુરક્ષા અને જરૂરી તબીબી સહાય, ખોરાક તેમજ આશ્રય જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ સંબંધિત સંસ્થાઓ સાથે સંકલન કરી યોગ્ય વ્યવસ્થા કરવા સુચનાઓ કરવામાં આવેલ હોઈ
જે અનુંસધાને પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એમ.ઝાલા નાઓ દ્વારા ઉપરોકત આદેશ અનુંસધાને સ્ટાફના કર્મચારીઓ આપે સુચના પર થી પેટ્રોલીંગ દરમ્યાન પોલીસ સ્ટાફને એક વૃધ્ધ વ્યકિત અસ્થિર માનસિક સ્થિતિમાં રખડતા- ભટકતા હાલતમાં મળી આવતા વૃધ્ધની હાલતને ધ્યાનમાં લઈ પોલીસ સ્ટાફ દ્વારા માનવતાના ભાવથી સમાજ સેવા કાર્ય કરતી “માનવ જયોત સંસ્થા” સાથે સંપર્ક સાધી તે વૃધ્ધ વ્યકિતને સંસ્થામાં વ્યવસ્થિત રીતે મુકવાની વ્યવસ્થા કરવામાં આવી જેથી તેમની યોગ્ય દેખરેખ ભોજન અને સારવાર મળી રહે.
પધ્ધર પોલીસ સ્ટેશનનો આ માનવતાભર્યો પ્રયાસ સમાજમાં પોલીસની સેવાભાવી અને સંવેદનશીલ છબી દર્શાવે છે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ જાળવે છે નહી પરંતુ જરૂરિયાતમંદ અને નિરાધાર લોકોને સહારો આપી માનવતાનું ઉત્તમ ઉદારણ પણ પુરૂ પાડે છે.