માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીનું કચ્છની ધરા પર ઉષ્માભર્યું સ્વાગત

ભુજ, શુક્રવાર:
કચ્છના પ્રવાસે આવેલા ભારતનાં માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી આજે ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે પધાર્યાં ત્યારે કચ્છની ધીંગી ધરા ઉપર તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

માન. રાષ્ટ્રપતિશ્રીનું આ તકે ઉપસ્થિત ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, કચ્છના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, કચ્છ-મોરબીના સાંસદશ્રી વિનોદ ચાવડા, ભુજ આર્મી સ્ટેશનના ડેપ્યૂટી કમાન્ડન્ટ કર્નલશ્રી અમિત, રેન્જ આઈ.જી. શ્રી ચિરાગ કોરડીયા, કચ્છ બી.એસ.એફ.ના ડીઆઇજીશ્રી અનંતકુમાર, જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ સ્વાગત કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિશ્રી તેમની કચ્છ મુલાકાત દરમિયાન આજે ભુજ ખાતે સ્મૃતિવન મ્યૂઝિયમ એન્ડ મેમોરિયલ અને ધોરડો‌ સફેદ રણ તેમજ આવતીકાલે ધોળાવીરાની મુલાકાત લેશે.