રાજકોટમાં દેરાસરમાં ચોરીની ઘટના આવી સપાટી પર : બુકાનીધારી શખ્સે ધારદાર હથિયારો સાથે આવી ઉહતી દાનપેટી

copy image

copy image

રાજકોટમાં દેરાસરમાં ચોરીની ઘટના સામે આવી રહી છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટ શહેરમાં આવેલ ચૌધરી હાઇસ્કુલ સામેના ચિંતામણી દેરાસરમાં બુકાની ધારી શખ્સ ઘૂસ્યો હતો. આ ચોરે દેરાસરની બાજુમાં આવેલા અવાવરુ મકાનમાંથી દેરાસરમાં પેઠો હતો. જાણવા મળી રહ્યું છે કે, આ બુકાની ધારી ઈશમે દાનપેટી અને રોકડની ઉઠાંતરીનો પ્રયત્ન કરેલ હતો. ધારદાર હથિયારો સાથે અહી ઘૂસી આવેલ આ શખ્સે દેરાસરમાં લાગેલી દાનપેટી ઉઠાવી ભાગી રહ્યો હતો તે સમયે સિક્યોરિટી ગાર્ડ જોઈ જતાં તે દાનપેટી ફેંકીને નાસી ગયો હતો. આ સમગ્ર બનાવનો સીસીટીવી સામે આવતા પોલીસે તેના આધારે આગળની વધુ તપાસ આરંભી છે.