મધ્યપ્રદેશના શિવપુરીમાંથી ગોઝારી ઘટના સામે આવી : પાડોશી છોકરાએ 5 વર્ષની છોકરી સાથે ક્રૂરતાની બધી હદો પાર કરી દીધી : બળાત્કાર આચર્યા બાદ દિવાલ સાથે પછાડી

copy image

મધ્યપ્રદેશના શિવપુરીમાંથી ગોઝારી ઘટના સામે આવી રહી છે. જે મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ શિવપુરીમાં 17 વર્ષના પાડોશી છોકરાએ 5 વર્ષની છોકરી સાથે ક્રૂરતાની બધી હદો પાર કરી દીધી. આરોપીએ માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત ભોગ બનનાર માસૂમ બાળકીના ચહેરા અને ગુપ્ત ભાગોમાં અનેક પર કરડવાના નિશાન હોવાના અહેવાલો સામે આવ્યા છે. બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવતા સારવાર અર્થે તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતી જ્યાં ડોકટરોને તેના ગુપ્તાંગ અને ચહેરા પર દાંતના ગંભીર નિશાન મળી આવ્યા હતા. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ બળાત્કાર આચર્યા બાદ આરોપી ઇશમએ ભોગ બનનારને દિવાલ સાથે પછાડી માર માર્યો. અહેવાલ મુજબ આ 5 વર્ષીય બાળાનું કોલોસ્ટોમી ઓપરેશન થયું. આ પીડિતા હાલમાં ICUમાં જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહી છે. આ ગુના કામેના આરોપીને પોલીસે પકડી જેલના હવાલે કરી દીધો છે ત્યારે પીડિતાના પરિવારે બળાત્કારના આરોપીને મૃત્યુદંડની માંગ કરવામાં આવી છે.