મુંબઈના અલીબાગ નજીક દરિયામાં એક બોટમાં આગ ભભૂકી ઉઠી : સદભાગ્યે કોઈ જાનહાની નહીં

copy image

મુંબઈ શહેરના અલીબાગ નજીક દરિયામાં એક બોટમાં આગ ભભૂકી ઉઠી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બનાવ આજે વહેલી સવારે બન્યો હતો. આ બનાવમાં 80% બોટ બળીને બશ્મ થઈ હતી. ઉપરાંત બોટમાં રાખેલી જાળ પણ બળી ગઈ હતી. ત્યારે વર્તુળોમાંથી માહિતી મળી રહી છે કે, આ બોટમાં 18 થી 20 ખલાસીઓ સવાર હતા.સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ બનાવમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન સામે આવ્યું છે. સ્થાનિક લોકોની મદદથી બોટને કિનારે લાવવામાં આવી અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.