લેબોરેટરી તપાસમાં કુંભનું પાણી શુધ્ધ પુરવાર થયું, પરંતુ નળના જળમાં કોલીફોર્મ બેક્ટેરિયા મળી આવ્યા

copy image

હાલમાં જ સંપૂર્ણ થયેલ મહાકુંભ વિશે સામે આવેલ અહેવાલ મુજબ પાણી કરોડોના સ્નાન બાદ પીવા લાયક નહી, પરંતુ ન્હાવા લાયક પણ નથી. તેથી વ્યથીત આદિપુરના તબીબ દ્વારા પોતે કુંભથી લાવેલા પાણીનું માન્ય લેબોરેટરીમાં તપાસ કરવામાં આવેલ હતી, જેમાં કુંભનું પાણી શુદ્ધ પુરવાર થયું પરંતુ નળથી આવતા પાણીની તપાસ કરતા તેમાં બેક્ટેરીયા મળી આવ્યા હતા. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુરના તબીબ ડૉ.નરેશ એલ. જોશીએ મૌની અમાવસ્યાના દિવસે પ્રયાગરાજમાં સંગમ ઘાટમાં પવિત્ર સ્નાન કર્યા બાદ પ્રસાદ રૂપે ‘મહાકુંભ જળ’ ભરી લઈ આવેલ હતા. ત્યારે હાલમાં કેટલાક રિપોર્ટમાં જણાવવામાં આવેલ કે, કુંભનું પાણી પીવા લાયક પણ નથી અને ન્હાવા લાયક પણ નથી.ત્યારે આ તબીબે જળનું પરીક્ષણ આદિપુરની જાણીતી અને માન્ય લેબોરેટરીમાં કરાવ્યું જેમાં તે શુધ્ધ પુરવાર થયું છે. તેમજ તેમાં કોઈ પણ કોલીફોર્મ બેક્ટેરિયા કે અન્ય જીવાણુ મળી આવેલ નથી. ઉપરાંત સાથે નળ નું જળ પણ ટેસ્ટ માટે મોકલવામાં આવતા તેમાં કોલીફોર્મ બેક્ટેરિયા મળી આવ્યા હતા.