ખોટા ડ્રાઇવિંગ લાયસન્સ બનાવીને વેચનાર એક ઇસમને ૧૪ નકલી લાયસન્સ સાથે પકડી પાડતી એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ-ભુજ

અધિક પોલીસ મહાનિદેશકશ્રી, એ.ટી.એસ. (ગુ.રા) અમદાવાદનાઓના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવતા અને સંવેદનશીલ પશ્ચિમ કચ્છ જીલ્લામાં બનાવટી દસ્તાવેજો અને ઓળખકાર્ડોની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ હોઇ જે અન્વયે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ,ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સદર પ્રવૃતિ સાથે સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જેથી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કે.એમ.ગઢવીનાઓએ તાબાના કર્મચારીઓને સુચના આપેલ હોઇ, જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ કાર્યરત હતા.
દરમ્યાન ગઇ તા.૨૬/૦૨/૨૦૨૫ના રોજ એસ.ઓ.જી.ના એ.એસ.આઇ જોરાવરસિંહ ગગુભા જાડેજા તથા માણેકભાઇ રાજીયાભાઇ ગઢવીનાઓ નાઓને સંયુક્ત રીતે મળેલ ખાનગી રાહે સચોટ નામજોગ બાતમી મળેલ કે, અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં અમુક ટ્રક ચાલકો પાસે શંકાસ્પદ ડ્રાઇવિંગ લાયસન્સો છે. જે અન્વયે જરૂરી વર્કઆઉટ કરી ઉપરોક્ત તમામ ડ્રાઇવરોનો સપર્ક કરી વાયોર પોલીસ સ્ટેશન ખાતેની વાગોઠ ચેકપોકસ્ટ ખાતે બોલાવી તેઓના લાયસન્સની mParivahan પોર્ટલ અને આર.ટી.ઓ કચેરી ખાતે ખરાઇ કરતા વિસંગતતાઓ જણાઇ આવેલ જે બાબતે સદર લાયસન્સો જમા લઇ તપાસ ચલાવતા આ લાયસન્સ ધારકો કોઇ પણ આર.ટી.ઓ કે સરકાર માન્ય પરીક્ષાઓ કે ફોર્મ ભરેલ ન હોય તથા પિન્ટુભાઇ નામના શખ્સ પાસેથી અલગ અલગ વચેટીયાઓ આ પિન્ટુભાઇનો સંપર્ક કરી ગુગલ પે થી પૈસા ટ્રાન્સફર કરી બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સો હોવાનુ ફલિત થયેલ જે અનુસંધાને મજકુર પિન્ટુભાઇ મો.નં ૯૯૯૮૧૪૪૩૮૩ નાઓ તથા તપાસ દરમ્યાન નિકળી આવેલ તેમના વિરુધ્ધ વાયોર પો.સ્ટે ખાતે ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૩૬(૨),૩૩૭,૩૪૦(૨) તથા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એકટ ૨૦૦૦ની કલમ ૬૬(સી) તથા ૬૬(ડી) મુજબ સરકાર તરફે ફરીયાદ દાખલ કરી સદર પિન્ટુભાઇની વિવિધ ટેકનીકલ સોર્સથી તપાસ કરી તેઓની આજરોજ સદર ગુનાના કામે વિધીવત અટકાયત કરેલ છે.
- કબ્જે કરેલ ડ્રાઇવિંગ લાયસન્સ :
(৭) DL NO. GJ12 20190006199 HAJI HUSEN MIYAJI
(२) DL NO. GJ12 20190001522 JUMA HARUN MEEYAJI
(3) DL NO. GJ12 20160017586 AHEMADRAZAK HASAM DARAD
(४) DL NO. GJ12 20100054689 KASU SALE SUMRA
(4) DL NO. GJ12 20190002176 SALIM JUMA SUMRA
(S) DL NO. GJ12 20170011758 JAVED HARUN KER
(3) DL NO GJ12 20190014048 IRFAN HASAM DARAD
(C) DL NO.GJ12 19960080377 RATANJI SANGRAMJI JADEJA
(C) DL NO.GJ12 20170142540 ARJUNSINH HARISANGJI PADHIYAR
(৭০) DL NO.GJ12 20230008575 PREMJI HALUBHA PADHIYAR
(۹۹) DL NO.GJ12 20190005882 JAYDIPSINH JAGMALIJI K JADEJA
(१२) DL NO.GJ12 20190019486 KADAR KHAN MOKRSHI
(13) DL NO.GJ12 20190004939 SALIM KHAN MOKRSHI
(१४) DL NO.GJ12 20190008344 PARTH MILANBHAI SHAH,
- કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ-
એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવી. તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ડી.બી.વાધેલા સાહેબ તથા એન.ડી.જાડેજા, સાહેબ, તથા એ.એસ.આઇ જોરાવરસિંહ જાડેજા,માણેકભાઇ ગઢવી, નરેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા પોહેડ.કોન્સ ચેતનસિંહ જાડેજા, ગોપાલભાઇ ગઢવી.રઘુવીરસિંહ જાડેજા, રઝાકભાઈ સોતા, પો.કોન્સ વનરાજસિંહ જાડેજા ડ્રા.પો.હેડ કોન્સ મહિપતસિંહ સોલંકીનાઓએ કરેલ છે.