બે મોત, એક ગંભીર:મુંદરામાં આડા સંબંધની શંકા પર ખૂની ખેલ

image

મુંદરામાં આડા સંબંધની શંકામાં ખૂની ખેલ ખેલાતાં નું મોત થયું હતું, જ્યારે શંકર ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર તળે છા. ચપ્પુથી પર હુમલો કરતાં વળતામાં પણ સામેવાળા પાસેના ચપ્પુથી તેના પર હુમલો કરતાં રીતસર ખૂની ખેલ ખેલાયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી આ સમગ્ર ઘટના અંગે રાતે મદદનીશ પોલીસ અધીક્ષક મુંદરા વિભાગના ને પત્રકારોને આ બનાવ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આદિપુરના ને શંકા હતી કે, તેની પત્નીના આડા સંબંધ સાથે છે. આથી આ શંકાને લઈ મુંદરા આવ્યા હતા, જ્યાં સાથે આ મુદ્દે ગરમાગરમી થતાં ઉપર અને વળતામાં ઉપર ઘાતક હુમલો કર્યો હતો. આ લોહિયાળ અથડામણમાં મૃત્યુ પામ્યા છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ હોવાથી સારવાર તળે છે. આ લોહિયાળ ખેલની વિગતો મળતાં મુંદરા પોલીસ તુરંત ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગઈ હતી. દરમ્યાન સંબંધિત સૂત્રો પાસેથી આ અંગે મળેલી વિગતવાર માહિતી મુજબ સાંજે 7 વાગ્યા આસપાસ જે ઉમિયા નગર-મુંદરામાં આવેલી પોતાની શાકભાજીની દુકાન ઉપરથી એક ટમેટાનું બોક્સ લઈ ટીવીએસ જ્યુપિટર વાહન ઉપર બેસી દુકાનથી પોતાના ઘરે કલાપૂર્ણ સોસાયટી મુંદરા તરફ જતો હતો તે દરમિયાન મુંદરા-બારોઈ રોડ સૂરજનગર વિસ્તારમાં આવેલી પપ્પુ આર્કેડ નામની સોસાયટીના રસ્તામાં બે ઈસમ તેમજ બંને મોટરસાઈકલ સ્પ્લેન્ડર ઉપર બેસી ચપ્પુ જેવા હથિયાર સાથે આવ્યા હતા અને જ્યુપિટર વાહન ઊભું રખાવી ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો, જેમાં જયરાજાસિંહને ગંભીર ઇજાઓ થઈ અને પોતાના સ્વ-બચાવ માટે સામાવાળા બંને પાસેના ચપ્પુ લઈ ચપ્પુ તેમજ પથ્થર વડે હુમલો કરી તેઓને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ મારામારીમાં તેમજ પ્રકાશનું મૃત્યુ થયું હતું તથા ને સારવાર માટે હોસ્પિટલમાં છે. શંકર અગાઉ જયરાજાસિંહ પાસે ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો, તે દરમિયાન શક-વહેમ હતો કે તેની પત્ની સાથે આડા સંબંધ ધરાવે છે, જે વાતનું મનદુ:ખ રાખીને  આ બનાવ બન્યાની વિગતો મળી છે. આ ઘટનાની વાત વાયુવેગે શહેર અને જિલ્લાભરમાં પ્રસરી હતી અને મોટી સંખ્યામાં લોકો મુંદરાની સીએચસી જનરલ હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા. જ્યાં બે મૃતદેહને એમ્બ્યુલન્સમાં લવાયા હતા. જો કે, ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની પાછળ આવેલા ખેતરપાળ મંદિરની પાછળ આવેલા રહેણાક વિસ્તારની એક ગલીમાં બનેલી આ ઘટના વિશે જાણ થતાં જ મુંદરાના વિવિધ રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તપાસ હજુ પ્રાથમિક તબક્કે હોવાથી કાંઈ જાણકારી મળી શકતી નહોતી. જો કે, રાત્રે 8:45 વાગ્યે શહેર પોલીસ સ્ટેશનમાં એએસપીએ સત્તાવાર વિગતો આપી કહ્યું હતું કે, હાલ આટલી જ તપાસ ખૂલી છે અને આગળ સત્તાવાર ફરિયાદ નોંધાયા બાદ તપાસની વિગતો ખૂલશે.