અબડાસાના વાંકુ ગામમાં પવનચક્કીમાંથી 30 મીટર કોપર વાયરની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ

cable-chori

copy image

copy image

અબડાસા ખાતે આવેલ વાંકુ ગામના વિસ્તારમાં પવનચક્કીમાંથી 30 મીટર કોપર વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વાંકુના સીમ વિસ્તારમાં આવેલ સુઝલોન કંપનીની પવનચક્કીમાંથી તાળું તોડી કોઈ અજાણ્યો ચોર ઈશમ પેનલમાંથી નીકળતા કોપર વાયર પૈકી 30 મીટર વાયરની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.