માય ભારત નેહરુ યુવા કેન્દ્ર ભુજ.કચ્છ દ્વારા સરહદી વિસ્તાર યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનું આયોજન

માયભારત નેહરુ યુવા કેન્દ્ર ભુજ-કચ્છ, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા 24 થી 28 ફેબ્રુઆરી દરમિયાન યક્ષ મંદિર, માધાપર, ભુજ ખાતે સરહદી વિસ્તાર યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 5 વિવિધ રાજ્યો- મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, કર્ણાટકનાથી 27 યુવા સહભાગીઓએ ભાગ લીધો હતો. જ્યાં તેઓને કચ્છની સમૃદ્ધ સંસ્કૃતિ, વારસો, સ્થાનિક ભોજન અને લોકનૃત્યોથી પરિચિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમનું ઉદ્ઘાટન 24 ફેબ્રુઆરીના રોજ માનનીય મહેમાનો – એનસીસી કમાન્ડિંગ ઓફિસર શ્રી સંદીપ ખાવાસ, શ્રીમતી મનીષાબેન સોલંકી, કાઉન્સિલર ભુજ, શ્રી રવિવીર ચૌધરી, હસ્તકલા કમિશનર કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ તેમના પ્રેરક ભાષણથી કાર્યક્રમને શોભાવ્યો હતો અને યુવાનોને કચ્છની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસા વિશે જણાવ્યું હતું અને વિકસિત ભારતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમનું આયોજન શ્રીમતી રચના શર્મા, જિલ્લા યુવા અધિકારી, કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું અને શ્રી પંકજ મારૈયા, જિલા યુવા અધિકારી ગાંધીનગર, શ્રી અતુલ રાવલ પણ સહયોગ આપ્યો હતું.

28 ફેબ્રુઆરીના રોજ સમાપન સમારોહ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું, જેમાં માનનીય મુખ્ય મહેમાન – સાંસદ કચ્છ, શ્રી વિનોદભાઈ ચાવડાએ તેમની ઉપસ્થિતિથી કાર્યક્રમને શોભાવ્યો હતો અને યુવાનોને વિકસિત ભારતમાં ભાગ લેવા માટે પ્રેરણા આપી હતી અને સહભાગીઓને ભાગીદારી પ્રમાણપત્રો અને કિટ્સથી સન્માનિત કર્યા હતા. તમામ રાજ્યોના યુવાનોએ સમાપન સમારોહમાં તેમના સ્થાનિક લોકનૃત્યો અને ગીતો રજૂ કર્યા હતા. સહભાગીઓએ તેમના અનુભવો શેટ કર્યા અને માનનીય સાંસદ સર સાથે વાર્તાલાપ કર્યો.

યુવાઓ માટે બીએસએફ હેડક્વાર્ટર ભુજની મુલાકાત પણ ગોઠવવામાં આવી હતી જ્યાં તેઓને માનનીય કમાન્ડન્ટ

સર, બીએસએફ શ્રી સુરિન્દર સિંહ અને અન્ય બીએસએફ અધિકારીઓ- ભરત સર સાથે વાર્તાલાપ કરવાની તક મળી હતી. યુવાનોને સરહદી વિસ્તારોમાં બીએસએફની કામગીરી અને બીએસએફમાં જોડાવાની કારકિર્દીની સંભાવનાઓ વિશે જણાવવામાં આવ્યું હતું. બિન-સરહદી વિસ્તારોમાંથી આવતા યુવાનો માટે આ એક સમૃદ્ધ અનુભવ હતો.

પાંચ દિવસના કાર્યક્રમ દરમિયાન યોગ અને ધ્યાન, નેતૃત્વ, રાષ્ટ્રવાદ અને દેશભક્તિ, ઉદ્યોગસાહસિકતા અને કચ્છની હસ્તકલા જેવા વિવિધ વિષયો પર સત્રો યોજવામાં આવ્યા હતા. દૂરદર્શનના શ્રી મનોજભાઈ સોની, કુ પૂર્વીબેન સોની, કુ. પૂર્વીબેન ગોસ્વામી દ્વારા વિવિધ સત્રો યોજવામાં આવ્યા હતા. યુવાનોમાં રાષ્ટ્રવાદ અને લાગણીની ભાવના કેળવવા માટે બીચ ક્લીનિંગ, સ્વચ્છતા અભિયાન, ચિત્ર સ્પર્ધા. વક્તત્વ અને ચર્ચા, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે જેવી પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવી હતી. કચ્છની શોધખોળ કરવા અને યુવાનોને સ્થાનિક અને વારસા સાથે જોડવા માટે ક્રાંતિ તીર્થ, વિજય વિલાસ પેલેસ, માંડવી બીચ, ગોધરા ધામ, ધોળાવીરા-હડપ્પીય સંસ્કૃતિ, સફેદ રણ, પ્રાગ મહેલ, સ્વામિનારાયણ મંદિર અને હમીરસર તળાવ, સરહદી ગામ, રોડ ટુ હેવન વગેરેની ક્ષેત્રીય મુલાકાતો પણ યોજવામાં આવી હતી. ગરબા સત્રો અને કચ્છી અને ગુજરાતી ભાષા શીખવાનું સત્ર પણ યોજવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું સંચાલન આશી મજીઠિયા દ્વારા કરવામાં આવ્યું હતું આદિત્યભાઈ રાઠોડ, બટુકભાઈ, ભરતભાઈ, આશ્વી મજીઠીયા પણ સહયોગ આપ્યો હતો.