રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂ.૬,૨૭,૮૮૮/- નો પ્રોહીબીશનનો ક્વોલીટી કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ–કચ્છ,ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી.ની ટીમ રાપર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હડીકત મળેલ કે અશોકસિંહ બહાદુરસિંહ વાઘેલા તથા અર્જુનસિંહ હેતુભા વાઘેલા રહે બંને ગેડી તા.રાપર વાળા સાથે મળી અશોકસિંહ બહાદુરસિંહ વાઘેલાના કબ્જાની ગેડી ગામના પાણીના ટાંકા પાછળ આવેલ વાડીની અંદર અન્ડર ગ્રાઉન્ડ ટાંકામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો બહારથી વેચાણ અર્થે લાવી સંતાડી રાખેલ છે. જેથી એલ.સી.બી. ની ટીમ દ્વારા ઉપરોકત જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે રાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

હાજર ન મળી આવેલ આરોપીઓના નામ

(૧) અશોકસિંહ બહાદુરસિંહ વાઘેલા રહે. ગેડી તા.રાપર

(૨) અર્જુનસિંહ હેતુભા વાઘેલા રહે. ગેડી તા.રાપર

દાખલ કરેલ ગુનાની વિગત-

રાપર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૮૨/૨૫ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧