ગાંધીધામમાં આવેલ કાર્ગો વિસ્તારમાં 38 વર્ષીય શખ્સનું ભેદી સંજોગોમાં મોત

dead body.0

copy image

copy image

ગાંધીધામમાં આવેલ કાર્ગો વિસ્તારમાં 38 વર્ષીય શખ્સનું ભેદી સંજોગોમાં મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના આંબેડકરનગર પી.એસ.એલ. કાર્ગો વિસ્તારમાં અપમૃત્યુનો બનાવ બન્યો હતો.  હતભાગી ગત તા. 4/2ના રાત્રે સૂતા હતા બાદમાં મોડીરાત્રે તેને જગાડતાં તે ઊઠયો ન હતો. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.