કિડાણામાં 24 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

copy image

copy image

ગાંધીધામ  ખાતે આવેલ કિડાણામાં 24 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ  ખાતે આવેલ કિડાણામાં રહેનાર પારકેશ્વર કુમારરામ શ્યામલાલ રામપ્રસાદ નામના 24 વર્ષીય યુવાને ગત સાંજના સમયે જીવનનું અંતિમ પગલું ભર્યું હતું.  હતભાગી ગત દિવસે પોતાના ઘરે હાજર હતો તે સમયે કોઈ અકળ કારણોસર પંખામાં ગમછો બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.