ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. વિસ્તારમાંથી પ્રોહીબીશનનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ–કચ્છ,ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ની ટીમ ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે આરોપી રઘુવીરસિંહ ઉર્ફે રઘુભા જાડેજા રહે. નાની ખાખર તા.માંડવી વાળો પોતાના કબ્જાની કાળા કલરની સ્કોર્પીયો જેના રજી.નં.જીજે-૩૯-સીએ-૩૨૪૩ વાળીમાં વિદેશી દારૂ ભરીને આવે છે અને પ્રોહી.બુટલેગ૨ ગોવિંદ ઉર્ફે ગવલો ચંદે રહે. ગણેશનગર વાળા પાસે વિદેશી દારૂ ઉતારવાનો છે. જેથી એલ.સી.બી. ટીમ ઉપરોકત હકીકત વાળી ગાડીની વોચમાં હતી તે દરમ્યાન ગણેશનગર વિસ્તારમાંથી સ્કોર્પીયો ગાડી નીકળતા સેકટર-૫ ઓસ્લોરોડ, શનિવારી બજાર વાળા મેદાન પાસેથી પકડી પાડેલ. જે ગાડીમાંથી નીચે જણાવ્યા મુજબનો પ્રોહીબીશનનો મુદ્દામાલ તથા આરોપી મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ Θ.

પકડાયેલ આરોપીઓનાં નામ

(૧) રઘુવીરસિંહ ઉર્ફે રઘુભા જીલુભા જાડેજા ઉ.વ. ૩૪ રહે. નાની ખાખર તા.માંડવી હાલે રહે.ગાંધીધામ

(૨) ગોવિંદ ઉર્ફે ગવલો ડાયાલાલ ચંદે (મહેશ્વરી) ઉ.વ. ૩૩ રહે. મ.નં. ૩૭,સેકટર-૬, ગણેશનગર ગાંધીધામ (પ્રોહી.બુટલેગર)

દાખલ કરેલ ગુનાની વિગત-

ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. ૦૨૩૬/૨૫ પ્રોહી.૬.૬૫(એ)(ઈ), ૧૧૬(બી), ૯૮(૨),૮૧,૮૩

કબ્જે કરેલ મુદામાલની વિગત :-

  • ૭૫૦ એમ.એલ.ની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૧૮૦ કિ.રૂ.૧,૭૫,૬૯૨/-

સ્કોર્પીયો કાર જેના રજી.નં. જીજે-૩૯-સીએ-૩૨૪૩ જે-૩૯-સીએ-૩૨૪૩ કિ.રૂ. ૧૦,૦૦,000/-

મોબાઈલ નંગ-૩ કિ.રૂ. ૧૫૦૦૦/-

ડુલ કિ.રૂ. ૧૧,૯૦,૬૯૨/-

આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.