દીવના દરિયામાં શિપ અને બોટ વચ્ચે સર્જાયો અકસ્માત : પાંચ ખલાસી લાપતા

દીવના દરિયામાં શિપ અને બોટ વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં ખલાસીઓ લાપતા થયા હોવાના આહેવાલો સામે આવી રહ્યા છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વણાકબારાની બોટને શિપે અડફેટે લેતાં અકસ્માત આ બનાવ બન્યો હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં પાંચ ખલાસીઓ લાપતા થયા છે. આ બોર પર કુલ આઠ ખલાસીઓ સવાર હતા જેમાં આઠ ખલાસીઓમાંથી ત્રણને બચાવી લેવામાં આવેલ છે તેમજ અન્ય પાંચની શોધ ચાલુ છે.