ભુજમાં 58 વર્ષીય આધેડે એસીડ ગટગટાવી લેતા મોત

copy image

copy image

copy image
copy image

ભુજમાં 58 વર્ષીય આધેડે કોઈ અકળ કારણે એસીડ ગટગટાવી લેતા મોત થયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ શહેરના સહયોગનગરમાં રહેતા નીલેશભાઈ કિશનભાઈ વડોદરિયા નામના શખ્સે જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. હતભાગી પોતાના ઘરે હતા તે સમયે કોઈ અગમ્ય કારણોસર તેમને એસીડ પી લીધું હતું. બનાવની જાણ થતાં જ તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.