એક નહીં દરેક દિવસ હોવો જોઈએ મહિલા દિવસ…!

copy image

આજે 8 માર્ચ એટલે મહિલા દિવસ ! આજે સમગ્ર દેશ ભરમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં નારી તું નારાયાણી….. નારી સર્વશક્તિ…..નારીથી આખું સંસાર….. જેવા અનેકો નારા અને સ્લોગનો લગાવવામાં આવી રહયા છે?. ત્યારે એક વિચારવા જેવો મુદ્દો સામે આવે છે કે શું ખરેખર નારી દરેક જગ્યાએ આવું જ સમ્માન પ્રાપ્ત કરી રહી છે….? જો હા! તો શુકામ રોજબરોજ ક્યાક ને ક્યાક દુષ્કર્મના કિસ્સા સામે આવે છે? શુકામ રોજ છેડતી ના, માનસિક હરેસમેંટના કિસ્સાઓ આપણાં દેશમાં બની રહ્યા છે..? આખા વર્ષ દરમ્યાન કોઈ એક દિવસે તો નારા લગાવવા ખૂબ સરળ છે ? આપણો દેશ આગળ ત્યારે આવશે જ્યારે દરરોજ નારી દિવસ માની નારીનું સમ્માન કરવામાં આવે, જ્યારે આવા દુષ્કર્મ ના કિસ્સા બનતા બંધ થઈ જશે, જ્યારે છેડતીના કિસ્સા બંધ થઈ જશે, જ્યારે માનસિક હરેસમેંટના કિસ્સા બંધ થસે? કે જ્યારે આપણાં દેશની કોઈ પણ નારીને પબ્લિક પ્લેસ પર એકલા જતાં પહેલા વિચારવું નહીં પડે….?
દરરોજ કેટલીક નારી, કેટલીક મહિલાઓ, બેન દીકરીઓ નરાધમોનો ભોગ બની રહી છે અત્યારે આ ક્ષણે પણ ક્યાક ને ક્યાક કોઈક ન કોઈ મહિલાનો ભોગ લેવાઈ રહ્યો હશે? તો કેટલીક મહિલાઓના ખૂન પણ થઈ રહ્યા છે જેના કેટલા દાખલા પણ આપણી સામે આવી ચૂક્યા છે? તો આજે નારી દિવસના આપણે સૌ ઉજાગર થઈએ અને મહિલા દિવસ નિમિત્તે આપણે સૌ સાથે મળી એવો પ્રણ લઈએ કે દરેક સ્થળ પર નારીનું સમ્માન કરીશું અને કરાવીશું તેમજ આપણાં દેશની નારી માટે ઊંચાઈએ ઉડવા પ્રેરણા બનશુ,