ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારના ફીલોણ ગામની સીમમાં વીજલાઇન માંથી ચોરી થયેલ વીજ તારના આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી ગઢશીશા પોલીસ


મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓની સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિહ જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજનાઓએ જીલ્લામાં થતા ચોરીના બનાવો અટકાવવા સુચના આપેલ.
જે અનુસંધાને તારીખ ૦૯/૦૩/૨૦૨૫ના રોજ ગઢશીશા પોલીસ સ્ટેશનના I/C પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ.ગોહિલ સાહેબ તથા એ.એસ.આઈ. ભગીરથસિંહ અરવિંદસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ.કલ્પેશભાઈ દલસંગભાઈ ચૌધરી અને ભીમજીભાઈ વેરશીભાઈ રબારી તથા પો.કોન્સ તરવીનભાઈ ગણપતભાઈ રાયગોર એમ પોલીસ સ્ટાફના માણસો દ્વારા ગઢશીશા પો.સ્ટે લોકલ અરજી નંબર ૬૭/૨૦૨૫ તા.૦૯/૦૩/૨૦૨૫ ની તપાસ કામે ગઈ તા. ૦૬/૦૩/૨૦૨૫ ના રોજ રાત્રીના ભાગે અરજદાર સુનીલભાઈ પટેલની વાડીમાં રાત્રીના ભાગે તેની વાડી ઉપરથી જતી ગેટકો કંપનીનીની વીજલાઇન ના વીજતારની ચોરી કરી લઈ ગયેલ હોય જેની તપાસ દરમ્યાન જે ટેમ્પો માલીકનું ઈમરાન આધમ કુંભાર ઉ.વ.૩૮ રહે.મહેદી કોલોની મસ્જીદની બાજુમાં સુરલભીટ રોડ ભુજ તા.ભુજ-કચ્છ. તેમજ ઈમરાન ઇશાક કુંભાર ઉ.વ ૩૫ રહે.અમનનગર ચાર રસ્તા શીફાનગર ભીડગેટ બહાર ભુજ તા. ભુજ વાળાઓના નિવેદનો લેતા તેઓએ જણાવેલ કે ગઈ તા.૦૬/૦૩/૨૦૨૫ ના રોજ વરનોરા ગામનો સુલેમાન જાકાબ મોખા વાળો રાત્રીના ભાગે ટેમ્પો માલીક ઈમરાન આધમ કુંભાર ઉ.વ.૩૮ રહે.મહેદી કોલોની મસ્જીદની બાજુમાં સુરલભીટ રોડ ભુજ તા.ભુજ-કચ્છ વાળાનો ટેમ્પો નંબર GJ-12-CT-8686 વાળો લઈ જઈ ફિલોણ ગામની સીમમાથી ગેટકો કંપનીની વીજલાઇન માથી આશરે ૩૦૦૦ કીલો વાયર કાપી ચોરી કરી તા.૦૭/૦૩/૨૦૨૫ ના રોજ સવારના ભાગે ઈમરાન ઇશાક કુંભાર ઉ.વ ૩૫ રહે.અમનનગર ચાર રસ્તા શીફાનગર ભીડગેટ બહાર ભુજ વાળાને આપી ગયેલ જે ટેમ્પો તથા વીજતાર શક પડતી મિલકત બી.એન.એસ.એસ. કલમ-૧૦૬ મુજબ કબજે કરી આરોપીઓને બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)(ઈ) મુજબ અટક કરેલ છે.
કબજે કરેલ મુદામાલ:
- ટાટા કંપનીનો ૧૧૦૯ મોડલ વાળો ભૂરા કલરનો ટેમ્પો જેના રજી. નં. GJ-12-CT-8686 વાળા જેના येथीस नं. MAT457104F7H14399 तथा भेन्छन नं. 497TC92HUY831714 वाणा ने टेम्पानी કી.રૂ. ૫,૦૦,૦૦૦/- લાખ
- એલ્યુમીનીયમ ના ગોળ ગોળ વાળેલ ગુચડા વજન આશરે ૩૦૦૦ કીલો જે એક કીલો એલ્યુમીનીયમ વાયરની કી.રૂ.૧૨૦/- લેખે ૩૦૦૦ કીલો એલ્યુમીનીયમ વાયરની કી.રૂ. ૩,૬૦,૦૦૦/-
મોબાઈલ ફોન નંગ ૦૨ કીમત રૂપિયા ૧૦,૦૦૦/-
પકડાયેલ ઇસમો:-
- ઈમરાન આધમ કુંભાર ઉ.વ.૩૮ રહે. મહેદી કોલોની મસ્જીદની બાજુમાં સુરલભીટ રોડ ભુજ તા.ભુજ-કચ્છ. • ઈમરાન ઇશાક કુંભાર ઉ.વ ૩૫ રહે.અમનનગર ચાર રસ્તા શીફાનગર ભીડગેટ બહાર ભુજ તા.ભુજ
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
I/C પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ.ગોહિલ સાહેબ તથા એ.એસ.આઈ. ભગીરથસિંહ અરવિંદસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ.કલ્પેશભાઈ દલસંગભાઈ ચૌધરી અને ભીમજીભાઈ વેરશીભાઈ રબારી તથા પો.કોન્સ તરવીનભાઈ ગણપતભાઈ રાયગોર એમ પોલીસ સ્ટાફના માણસો