અંજાર ટાઉન વિસ્તારમાંથી ભારત- ન્યુજીલેન્ડની આઈ.સી.સી. ચેમ્પીયન ટ્રોફીની લાઈવ ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો કેશ શોધી કાઢતી અંજાર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ નાઓ દ્રારા હાલમાં ચાલતી આઈ.સી.સી. ચેમ્પીયન ટ્રોફી ક્રિકેટ મેચ ઉપર ૨માતા સટ્ટાના કેશો શોધી કાઢવા જરૂરી સુચનો આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહિલ અંજાર પોલીસ સ્ટેશન નાઓએ પો.સ્ટે વીસ્તારમાં ક્રિકેટનો સટ્ટો રમી/રમાડતા ઈશમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે આધારે અંજાર પોલીસ સ્ટાફનાં માણસો દ્વારા મળેલ ચોક્કસ બાતમી આધારે અંજાર સવાસર નાકા પાસે આવેલ શિવશક્તિ મીલ્ક એન્ડ આઈસકીમ નામની દુકાનમાં ભારત-ન્યુજીલેન્ડની ચેમ્પીયન ટ્રોફીની ફાઈનની લાઇવ ક્રિકેટ મેચ ઉપર ALLPANELEXCH.COM નામની સાઈટ ઉપર બનાવેલ આઈ.ડી ઉપર સટ્ટો રમી/રમાડતા ઈશમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

શોધી કાઢેલ ગુન્હો :-

અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૦૨૩૮/૨૦૨૫ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ

પકડાયેલ આરોપી :-

(૧) પાર્થ રાહુલભાઈ કોડરાણી ઉ.વ.૨૫ રહે.મહાદેવનગર બગીચા પાસે અંજાર

પકડવાના બાડી આરોપી :-

(૧) ડેવીન ઠકકર રહે. મ.નં. ૫૦૨ સંઘવી હોમ્સ અંજાર

(૨) પાર્થ ઠક્કર રહે.યોગેશ્વર ચોકડી પાસે અંજાર

કબ્જે કરેલ મુદામાલ:-

(૧) વન પ્લસ કંપનીનો મોબાઈલ ફોન નંગ-૦૧ કિ.રૂ. ૧૦૦૦૦/-

આ કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.આર.ગોહીલ તથા પોલીસ સબ ઇન્સ શ્રી એસ.જી.વાળા સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસોએ કરેલ છે.