અંજાર શહેરના ગંગાનાકા વિસ્તારમાં ગાંજાનું વેચાણ કરતા ત્રણ ઈશમોને પોલીસે દબોચ્યા

copy image

અંજાર શહેરના ગંગાનાકા વિસ્તારમાં ગાંજાનું વેચાણ કરતા ત્રણ ઈશમોને પોલીસે દબોચી લીધા છે. આ મામલો સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અંજારના ગંગાનાકા પાસે સિદ્ધેશ્વર તળાવની પાળે છાપરું (કેબીન) બનાવી ત્રણ બાજુ ખુલ્લું રાખી તેમાં ખુરશી, સોફા વગેરે રાખી ગાંજાનું વેચાણ કરાઈ રહ્યું છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી અહીથી ત્રણ શખ્સોને ઝડપ્યા હતા.ઉપરાંત વધુ તપાસ કરતાં અહીંથી પ્લાસ્ટિકની કોથળીમાંથી ત્રણ ઝબલાંમાંથી વનસ્પતિજન્ય લીલા પાંદડાં જેવો ગાંજો મળી આવ્યો હતો. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે અહીથી 4920નો 492 ગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કરી આરોપી ઈશમોની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે॰