ફરી એક વખત કચ્છી ધરા ધ્રુજી ઉઠી : હલરા અને રામપર વચ્ચે મધ્યરાત્રે 1.11 મિનિટે 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
copy image

ફરી એક વખત કચ્છી ધરા ધ્રુજી ઉઠી છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉથી 14 કિલોમીટર દૂર હલરા અને રામપર વચ્ચે મધ્યરાત્રે 1.11 મિનિટે 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ત્યાર બાદ આજે સવારે 11:12 મિનિટે ભચાઉ નજીક 3 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, કચ્છમાં 11 કલાકમાં ભુકંપ ના બે આંચકા અનુભવાઈ ચૂક્યા છે. સ્થાનિક લોકોએ આ આંચકાની કોઈ ખાસ અસર અનુભવી ન હતી અને કોઈ નુકસાન પણ થયું નથી.