ખાવડાના આર.ઇ. પાર્કની જૂની લેબર કોલોની વિસ્તારમાંથી ગાંજો વેચતો એક શખ્સ પોલીસના સકંજામાં

copy image

સૂત્રો જણાવી રહ્યા છે ખાવડાના આર.ઇ. પાર્કની જૂની લેબર કોલોની વિસ્તારમાંથી ગાંજો વેચતો એક શખ્સ ઝડપાયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ એલસીબીની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ખાવડાના આર.ઇ. પાર્કમાં જૂની લેબર કોલોનીમાં મધર્સ કિચન નામની દુકાનમાં કોઈ ઈશમ ગાંજાનું વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પર રેડ પાડી હતી. જે દરમ્યાન આહીથી ગાંજાનો જથ્થો નીકળી પડ્યો હતો. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે અહીથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો 2.315 ગ્રામ કિં. રૂા. 23,150 સહિત કુલ 75,550નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી ઈશમની ધરપકડ કરી હતી. પોલીસે પકડાયેલ શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.