ગાંધીધામમા કામ કરનાર મહિલા તે જ ઘરમાંથી તમામ દાગીના સેરવીને વેચી માર્યા

copy image

ગાંધીધામમા કામ કરનાર મહિલા તે જ ઘરમાંથી તમામ દાગીના સેરવીને વેચી માર્યા હોવાનો બનવા સપાટી પર આવ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના સુભાષનગરમાં આવેલ મકાનમાં રહેતા તેમજ મેગા વોટસ નામની પેઢી ચલાવનાર શનિ કિરણસિંહ ડોડિયાએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી યુવાનના પિતા ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. માતા ખાનગી શાળા ચલાવે છે અને પત્ની ધ્વનિ ક્લિનિક ચલાવે છે. જેથી ઘરના કામ માટે મહિલાને રાખી ઉપરના રૂમમાં રહેવા દેવામાં આવેલ હતી. જેથી મહિલાને ઘરની તમામ જાણકારી હતી. ફરિયાદીના પત્ની ગર્ભવતી હતા તે સમય દરમ્યાન આ મહિલાએ બેડરૂમમાંથી ચાવી લઇ તિજોરીની ચાવી કાઢી તેમાંથી એક-એક કરીને દાગીના ચોરી લીધા. બાદમાં ગર તા. 6/3/25ના લગ્ન પ્રસંગ હોવાથી કબાટમાં જોતાં દાગીના હાજર મળી આવેલ ન હતા. જેથી પૂછતાછ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. મહિલાને ટી.બી.ની બીમારી હોવાથી સારવાર માટે આ દાગીના સેરવી લીધા હતા અને બે-ત્રણ દાગીના ભેગા થાય ત્યારે ભારતનગરની મુખ્ય બજારમાં આવેલી સોનીની દુકાનોમાં વેચી નાખ્યા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.