નંબર પ્લેટ વગરની બાઈક સાથે એક શખ્સને ઝડપી પાડતી આદિપુર પોલીસ

copy image

આદિપૂર પોલીસે નંબર પ્લેટ વગરની બાઈક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન અંતરજાળ રાજનગર પાટીયા નજીકથી એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લીધો હતો. પકડાયેલ શખ્સ પાસે રહેલ એક નંબર પ્લેટ વગરની બાઈક વિશે પૂછતાછ કરતાં તે કોઈ આધાર પુરાવા રજૂ ન કરી શકતા પોલીસે આ શખ્સ પાસેથી બાઈક કબ્જે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.